Monday, December 12, 2011

ગુર્જરી સંગીત

આસપાસના માહોલમાં ઊંચા અવાજે આક્રમણ કરતાં દ્વિઅર્થી ગીતોથી કુમળા મનને કેમ સુરક્ષિત રાખવા? આ ચિંતાના ચિંતનમાંથી આ પ્રયોગ જનમ્યો. મહિને ઓછામાં ઓછું એક ગીત શીખવું  એમ ઠેરવાયુ. અને આરંભાઈ અમારી ગુર્જરી સંગીત યાત્રા. શરૂઆત 'હું ને ચંદુ છાના માના' થી થઇ જે ઇન્સ્ટન્ટ હીટ નીવડ્યું.  શરૂઆતમાં એવી આશંકા રહેતી કે બાળકો શાસ્ત્રીય સ્પર્શવાળા ગીતો ઝીલશે કે કેમ? પણ, કન્યાઓ છે અને આમ પણ, ગુજરાતીને ગરબો ગાતા આવડે એટલે  લય- તાલ તો એને હૃદયે પહોંચેલા જ હોય. એમ ધારી હળવેથી સંગીતની બારીકીઓ ઉમેરવી શરુ કરી. ઝડપી  અને ઉંચા અવાજનો ભેદ, સુરની કેટલીક બારીકીઓ, લય અને તાલની કેળવણી પણ ઉમેરાયા, આ બધું શીખાઈ રહ્યું છે એના પ્રત્યક્ષ ભાન વગર. હાલ અમારી સમૂહ ગાન યાદીમાં લોકગીતો અને  સુગમ સંગીતના ગીતો ય છે. ૪૦૦+  ગળા સમૂહમાં આ ગીતો રેલાવે ત્યારે અદભૂત માહોલ રચાય છે.

એકવાર ગીત કંઠસ્થ થાય પછી એની ભાષાકીય ખૂબીઓ પણ હળવેથી ચર્ચવાની. 'કવિએ અહીં આ શબ્દ જ કેમ મુક્યો હશે?, આ બે પંક્તિઓનું જ જોડાણ કેમ છે? આ પંક્તિ સાંભળી તમને શું યાદ આવે? ' વગેરે જેવા પ્રશ્નો ચર્ચાય.

અને જયારે વિદ્યાર્થીઓને આવા મધુરા,મીઠાં ગીતો ગણગણતા સાંભળીએ ત્યારે ગુર્જરીને ચહેરે સ્મિત ફરકતું જોઈ શકાય.

હાલ ગવાતા ગીતો :

હું ને ચંદુ છાનામાના ...
પાન લીલું જોયું ને...
આ નભ ઝૂક્યું તે કાનજી -પ્રિયકાંત મણિયાર
ઓચિંતું કોઈ મને રસ્તે મળે -ધ્રુવ ભટ્ટ
પંખીઓએ કલશોર કર્યો..
એક ઝાડ માથે ઝુમખડું -મેઘાણી
ભોમિયા વીના મારે ભમવા'તા ડુંગરા- ઉમાશંકર જોશી
માડી તારું કંકુ ખર્યું ને..
ઉંબરે ઉભી સંભાળું બોલ વાલમના..
એકડો સાવ સળેકડો..
એક જાદુગર એવો..
સ્કુલ ચલે હમ..


ઉપરાંત કાવ્યો તો ખરા જ, સુર ની બારીકીઓ સાથે.
અને હા, અમારે ત્યાં 'વંદે માતરમ્'  દેશ રાગમાં જ ગવાય છે.

1 comment:

  1. good keep singing.. would like to visit the school and hear songs. keep it up ..we proud of it. keep rocking.musical experiment.

    ReplyDelete